+91 98244 51384

ABOUT US

home / about us

આ વેબસાઈટમાં તમામ જ્ઞાતીજનોને આવરીને દરેક જ્ઞાતીજનોની સંપૂર્ણ વિગતો મેળવીને દુનીયાના ખુણે ખુણા સુધી જ્ઞાતીજનોને લગતી તમામ સુખ દુઃખની વિગતો ક્ષણવારમાં પ્રસારીત કરવા ઉપરાંત દરેક જ્ઞાતીજનને તેમના નામ, વ્યવસાય અંગેની જાણકારી, બ્લડ ગ્રુપ,લગ્ન સબંધી છોકરા છોકરીઓની જાણકારી, સમાજના તમામ સંગઠનો તેના હોદેદારો તથા લગ્નવાડીઓ તથા સમાજ ના જ્ઞાતીજનોને લગતી વ્યવસાયીક જાહેરાતો વિગેરેને આવરી લેવામાં આવશે.આ વેબસાઈટ માં જોડવા માટે કોઈ નોંધણી ફી લેવામાં આવશે નહીં.

આ વેબસાઈટ થી સમાજના જ્ઞાતીજનોને જરૂરીયાત સમયે ઉપયોગી થવાનો મારો આશ્રય છે અને તેમાં દરેક જ્ઞાતિજનોનો સહકાર જરૂરી હોઈ સહકાર આપવા હું નમ્ર અપીલ કરું છું.

આ વેબસાઈટ ના મુખ્ય હેતુ

  • જ્ઞાતિજનોની તમામ વિગતોથી વાકેફ કરવા.
  • મુશ્કેલીના સમયમાં બ્લડની જરૂરીયાત પૂરી પાડવાની અપીલ કરી મદદરૂપ થવાનું.
  • લગ્ન સબંધી યુવા છોકરા – છોકરીઓની વિગત
  • જરૂરીયાત મંદ સમાજની વિધવા બહેનોને જીવન સુખરૂપ જીવવામાં મદદકર્તા થવામાં.
  • ભયંકર બીમારીઓમાં જરૂરીયાત મંદ
  • જ્ઞાતીજનોને મદદરૂપ થવામાં સમાજ ના તારલાઓને શૈક્ષણીક સહાય આપી ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરીત કરવા.
  • શુભેચ્છા અંગેની જાહેરાતો તથા અન્ય જાહેરાતો પ્રસિદ્ધ કરી સમાજને આગળ લાવવા માટે જરૂરી ફંડ મેળવવા તથા સક્ષમ જ્ઞાતીજનો પાસેથી જરૂરી ફંડ નજીવી રકમ રૂપે મેળવી.ઉપરોક્ત જરૂરીયાતોને પહોંચી વળવા રાજગોર સમાજને અન્ય જ્ઞાતીઓની જેમ મસ્તક ઉચું રાખી સ્વમાનભેર જીવવાનાં ખાસ મુખ્ય હેતુ પર પાડવા.

જેથી વિના વિલંબે ઉપરોક્ત વેબસાઈટમાં જોડાવવા દરેક જ્ઞાતીજનોને અપીલ કરું છું તથા દરેક વ્યક્તિઓનો સંપર્ક કરી તેમને પણ વેબસાઈટમાં આવરવા માટે દરેક જ્ઞાતીજનોને હ્રદય પૂર્વક વિનંતી કરું છું.